૧૮મીથી શ્રાધ્ધની શરૂઆત પૂનમનું શ્રાધ્ધ અમાસના દિવસે જ કરવું યોગ્ય
૧૮મીથી શ્રાધ્ધની શરૂઆત પૂનમનું શ્રાધ્ધ અમાસના દિવસે જ કરવું યોગ્ય આ વર્ષે શ્રાદ્ધ પક્ષ ની શરૂઆત તા.૧૮ સપ્ટેમ્બર થી શરૂ થશે આ વર્ષે પૂનમના દિવસે એકમ તિથી નો ક્ષય છે આથી પૂનમના દિવસે એકમ તિથિ નુ શ્રાદ્ધ છે લોકો રિવાજ પ્રમાણે પૂનમ તિથિનો શ્રાદ્ધ પૂનમના દિવસે કરતા હોય છે પરંતુ આ વર્ષે ૧૮ સપ્ટેમ્બર બુધવારે સવાર ૮.૦૪ કલાક સુધી જ પૂનમ તિથિ છે આથી પૂનમ તિથી નુ શ્રાદ્ધ નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે અમાસના દિવસે જ કરવું યોગ્ય ગણાશે. તે ઉપરાંત જોઈએ તો શ્રાદ્ધ મા મૂળભૂત ગ્રંથોના નિયમ પ્રમાણે ખાસ કરીને અપરાહન કાળ નો સમય લેવા મા આવે છે એટલે કે આશરે બપોરે બે થી ચાર કલાક વચ્ચે સમય અપરાહન કાળ નો હોય છે આથી ખાસ કરીને આ સમયે જે તિથી હોય તે તિથી શ્રાદ્ધ ની ગણવામા આવે છે આમ આના કારણે શ્રાદ્ધમા ઘણીવાર તીથી આગળ પાછળ હોય છે. (૧) ભાદરવા શુદ પૂનમ બુધવાર તા ૧૮.૯.૨૪ એકમ તિથિનુ શ્રાદ્ધ. (૨)ભાદરવા વદ બીજ ગુરુવાર તા ૧૯.૯.૨૪ બીજ તિથિનું શ્રાદ્ધ. (૩)ભાદરવા વદ ત્રીજ શુક્રવાર તા ૨૦.૯.૨૪ ત્રીજ તિથિનું શ્રાદ્ધ. (૪)ભાદરવા વદ ચોથ શૅનીવાર તા ૨૧.૯.૨૪ ચોથ તીથીનું શ્રાદ્ધ ભરણી નક્ષત્ર શ્રાદ્ધ. (૫)ભાદરવા વદ પાંચમ રવિવાર તા ૨૨...